આરોગ્ય

મેન્ટલ ડિસઓર્ડરથી પીડિત યુવાઓ ઘણા બધા કારણોથી નોકરી કરી શકતા નથી.

હેલ્થ :
ગંભીર મેન્ટલ ડિસઓર્ડર ધરાવતાં યુવાનોની નાની ઉંમરે આવક ખૂબ જ ઓછી હોય છે

‘એક્ટા સાઈક્રેટિકા સ્કેન્ડેનાવિકા’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જે યુવાનોને 25 વર્ષની ઉંમર પહેલા મેન્ટલ ડિસઓર્ડરને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા યુવાનોમાં અન્ય યુવાનો કરતાં રોજગારની શક્યતા ઓછી જોવા મળે છે. યુવાવસ્થામાં ગંભીર મેન્ટલ ડિસઓર્ડર અસર ખતરનાક સાબિત થાય છે. મેન્ટલ ડિસોર્ડરને લીધે યુવાનો રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી. તેમજ તેને લીધે યુવાનોના ભણતરની ગુણવત્તા પર અસર કરે છે.

આ રિસર્ચ વર્ષ 1988થી વર્ષ 2015 સુધી ફિનલેન્ડમાં 2 મિલિયન લોકો પર કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં સામેલ લોકોની ઉંમર 25થી 52 વર્ષની હતી.

હેલસિંકિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે, મેન્ટલ ડિસઓર્ડરથી પીડિત યુવાઓ ઘણા બધા કારણોથી નોકરી કરી શકતા નથી. આ રિસર્ચમાં સામે આવ્યું છે કે, યુવાવસ્થામાં સ્કિઝોફ્રેનિયાનો શિકાર બનેલા યુવાઓમાં રોજગારી મેળવવામાં પાછળ રહી જાય છે.

રિસર્ચમાં સામેલ 25 વર્ષની ઉંમરે કામ કરતા 50% યુવાનોને મૂડ ડિસઓર્ડર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગંભીર મેન્ટલ ડિસઓર્ડર ધરાવતાં યુવાનોની નાની ઉંમરે આવક ખૂબ જ ઓછી હતી અને આગળ જતા પણ તેમાં સુધારો આવતો નથી. તેમજ કેટલાક એવા પણ યુવાનો હતા જેને કોઈ રોજગાર જ ન મળ્યો હોય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x