મહાનગપાલિકાની ચૂંટણી : કોંગ્રેસની 50% ટિકિટો યુવાનોને આપવાની તૈયારી
રાજયની 6 મહાનગપાલિકાની ચૂંટણીના દાવેદારોની કોંગ્રેસે પેનલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. અગાઉ જે દાવેદારોએ ફોર્મ ભર્યા હતા તે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. આ દાવેદારોને સાંભળ્યા પછી હવે મહાનગરપાલિકાની વોર્ડ અને તેની સ્થિતિના આધારે કોંગ્રેસ શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ સુધી પેનલ તૈયાર કરશે.
કોંગ્રેસમાં 50 ટકા યુવાઓને ટિકિટ અપાશે. આ માટે NSUIએ રજૂઆત કરી હતી. એનએસયુઆઇએ દરેક વોર્ડમાં તેમના એક દાવેદારને ટિકિટ ફાળવવાની માગણી કરી હતી. એ પછી કોંગ્રેસે યુવાનોને 50 % બેઠક આપવી તે બાબતે સહમતિ દર્શાવી હોવાનું સુત્રોનું કહેવું છે.