બોલિવૂડ એક્ટર સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ શુું કર્યો મોટો ખુલાસો, જાણો
બોલિવૂડ એક્ટ્રેસ અને સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીએ મોટો ખુલાસો કર્યો છે. સોમીએ કહ્યું છે કે, ઇન્ડસ્ટ્રીના ઘણા ડિરેક્ટરોએ તેની સાથે સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સોમીએ કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેનો અનુભવ ખૂબ ખરાબ હતો અને તે પછી તેણે ફિલ્મોમાં કામ ન કરવાનું મન બનાવી લીધું હતું.
સોમીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, “કેટલાક મિત્રોએ મને ફરીથી બોલીવુડની ફિલ્મો કરવાની સલાહ આપી હતી પરંતુ હું ત્યાં જવા માંગતી ન હતી. મારે મારા ભૂતકાળને ફરીથી પુનરાવર્તિત કરવાની ઇચ્છા નહોતી.”
તેણે વધુમાં કહ્યું, “હું આજે છું ત્યાં ખુશ છું. તે સમય દરમિયાન, જો મેં સમય સાથે સમાધાન કર્યું હોત, તો હું કદાચ આજે આ તબક્કે પહોંચી ન હોત.” સોમી ઘણી વાર તેના લુક માટે પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી તેને એક અલગ ઓળખ મળી. જોકે, તેણે વધારે ફિલ્મો કરી ન હતી.
સોમી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઉપરાંત, તે સમય સમય પર, તેના ફેન્સ સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. એક મુલાકાતમાં સોમીએ સલમાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે સલમાને તેની સાથે છેતરપિંડી કરી હતી. સોમીએ એમ પણ કહ્યું હતું કે એશ્વર્યા સલમાન અને તેમના સંબંધો વચ્ચે આવી હતી. જોકે, એશ્વર્યા સાથે સલમાનનો સંબંધ ટકી શક્યો ન હતો.