ગાંધીનગર

15થી 20 જૂન સુધી ગાંધીનગરમાં યોગ તથા ઝૂમ્બા વર્કશોપ 2022નું આયોજન

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભારત સહિત વિશ્વમાં કરવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને રાજ્યના પાટનગર ગાધીનગરમાં પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ યોગ દિવસની ઉજવણી કરવા વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

આંતરરષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગરમાં યોગ તથા ઝૂમ્બા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ગાંધીનગર ખાતે તારીખ 15 જૂન અને 16 જૂનના રોજ ઝૂમ્બા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તથા તારીખ 17 જૂનથી 20 જૂનના રોજ યોગા વર્કશોપનું આયોજન સાંજે 5:00 થી 7:30 કલાક દરમિયાન ડૉ. નિધિ ફિઝીયો વર્લ્ડ અને મિલાપ ટાટારિઆ તથા ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા ગાંધીનગર શહેરના સેક્ટર-21 ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

તથા 21જૂનના રોજ આંતરરષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આયોજકો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ કાર્યક્રમમાં ભાગ લેનાર સભ્યોને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા સભ્યોએ પહેલા આયોજકોને નામ નોંધવું જરૂરી છે તેના માટે મોબાઈલ નંબર +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર રજી્ટ્રેશન કરાવી લેવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x