કોલવડાના માથાભારે ઘનશ્યામ પટેલની પત્નીએ ગળુ કાપી કરી હત્યા
ખૂન અને લૂંટ હવે દિવસે ને દિવસે ગુજરાતમાં પણ વધી રહ્યા છે. આ વધી રહેલા હત્યાના કેસોને લોકોમાં ચિંતા વ્યાપી છે. ગાંધીનગરમાં કોળવડાથી મળી રહેલા સમચાર મુજબ કોલવડાના માથાભારે ઘનશ્યામ પટેલની ગળુ કાપી હત્યા કરવામાં આવી છે. ગાંધીનગરમાં વર્ષો અગાઉ સલીમ અને દેવજી નામના બે મિત્રોની કોલવડાનાં નામચીન જશુ પટેલે કરપીણ હત્યા કરી હતી. ત્યારબાદ મિર્ઝાપુરનાં બસ્તી ખાન પઠાણે સોપારી લઈને જશું પટેલનું કુડાસણમાં મર્ડર કર્યું હતું. ત્યારે આજે જશું પટેલના નાના ભાઈ ઘનશ્યામ પટેલની પત્નીએ ગળુ કાપી પતિની હત્યા કરી નાખી છે. થોડા દિવસ પહેલા જ પત્ની પિયરથી પરત ફરથી હતી. આજે કોઇ કારણસર ઝગડો થતાં પત્નીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે.
ગાધીનગરમાં વર્ષો અગાઉ સલીમ દેવજી ડબલ મર્ડર પ્રકરણના આરોપી જશું પટેલની કુડાસણ જતા રોડ પર કરપીણ હત્યા કરવાના ગુનામાં અમદાવાદનાં મિર્જાપુરના કુખ્યાત ગેંગસ્ટર ઈસ્માઈલ ઉર્ફે બસ્તી અબ્દુલ ગફૂર ખીલજી (પઠાણ)ની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેમાં જશું પટેલે સલીમ અને દેવજીને જીવતા ભુંજી નાખી હત્યા કરી દીધી હતી. બાદમાં બસ્તીખાને સોપારી લઈને જશું પટેલનું ઢીમ ઢાળી દેતા ગાંધીનગરમાં ચકચાર મચી જવા પામી હતી