ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ બિહોલાની નિમણુંક
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની ગઈકાલે ગુરુવારે બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસના મહત્વપૂર્ણ પદો પર નિમણુંક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુરુવારે ગુજરાત રાજ્યના 12 શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ ગઈકાલે ગુરુવારે રાજ્યના ૧૨ શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રમુખોની નિયુક્તી જાહેર કરી છે. જેમાં ગાંધીનગર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ બિહોલાની નિયુક્તી કરવામાં આવી છે. શૈલેન્દ્રસિંહ બિહોલા ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પદે રહી ચુક્યા છે. નિખાલસ અને સરળ સ્વભાવ ધરાવતા શૈલેન્દ્રસિંહ બિહોલા કાર્યકારી પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાના અનુગામી બનશે. ગાંધીનગર શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉ. કૌશિક શાહ વિદેશ જતાં તેમણે રાજીનામુ આપ્યુ હતુ.
બિહોલાની ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે થયેલી નિમણુંકથી કોંગ્રેસ કાર્યકોરમાં ખુશીની લ્હેર પ્રસરી જવા પામી છે. ગાંધીનગર ઉપરાંત સુરત સીટી, ભાવનગર સીટી, ભરૂચ શહેરના પ્રમુખો ઉપરાંત સાબરકાંઠા, સુરત જિલ્લો, પોરબંદર, મહેસાણા, વલસાડ, કચ્છ, ભરૂચ જિલ્લો તેમજ અરવલ્લી જિલ્લા પ્રમુખોની નિમણુંક પણ આજે જાહેર કરવામાં આવી છે.