ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ, બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું પરિણામ સૌથી વધારે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં કુલ પરિણામ 82.45 ટકા આવ્યું છે.
translate માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. આ વિધાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે. સફળ થયેલ તમામ પરીક્ષાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામના પાઠવીએ છીએ. સફળ ન થઈ શકેલ પરીક્ષાર્થીઓ વિશેષ પ્રયાસ અને પરિશ્રમ સાથે આગામી પૂરક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે તેવી આશા વ્યક્ત કરીએ છીએ.