Uncategorizedરાષ્ટ્રીય

પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલનો મોટો દાવો- ‘શાહ બનશે PM, યોગીનો નિકાલ કરશે

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અંગે મોટો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યું કે ભાજપ જો ચૂંટણી જીતશે તો અમિત શાહને વડાપ્રધાન બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ માટે વોટ માગી રહ્યા છે. ભાજપ બે મહિનાની અંદર યુપીના સીએમ યોગી આદિત્યનાથને તેમના પદ પરથી પણ હટાવવાનું છે.

યુપીની રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભાજપનો ઈરાદો બંધારણને બદલવાનો છે, ત્યારે 400 બેઠકોનો નારો આપવામાં આવી રહ્યો છે. જોકે, ભાજપ પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે તે બંધારણની રક્ષા કરનારી પાર્ટી છે. તેણે એ પણ કહી દીધુ છે કે ચૂંટણી જીત્યા બાદ પીએમ મોદી જ પાંચ વર્ષ સુધી વડાપ્રધાન રહેવાના છે.

કેજરીવાલે કહ્યું, ‘આજે હુ લખનૌમાં યુપીના વોટર્સથી વિનંતી કરવા આવ્યો છુ કે તેઓ ઈન્ડિયા ગઠબંધનને વોટ કરે. હુ અહીં ચાર મુદ્દા પર વાત કરવા માગુ છુ. પહેલી એ કે આ ચૂંટણીમાં પીએમ મોદી અમિત શાહને પીએમ બનાવવા માટે વોટ માગી રહ્યા છે. બીજી એ કે જો ભાજપ સત્તામાં આવી તો સીએમ યોગી આદિત્યનાથને 2-3 મહિનાની અંદર તેમના પદ પરથી હટાવી દેવામાં આવશે. ત્રીજી એ કે તેઓ બંધારણ બદલવા જઈ રહ્યા છે એસસી, એસટીની અનામત હટાવવાના છે. ચોથી એ કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવી રહ્યુ છે.’

કેજરીવાલે પીએમ મોદીની નિવૃત્તિની ભવિષ્યવાણી પણ કરી દીધી. તેમણે કહ્યુ, પીએમ મોદી 17 સપ્ટેમ્બર 2025એ 75 વર્ષના થઈ જશે. પીએમ મોદીએ અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી બનાવતા 17 સપ્ટેમ્બર 2025એ તેમને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાને અત્યાર સુધી એ નથી કહ્યુ કે તેઓ 75 વર્ષ બાદ નિવૃત્ત નહીં થાય પરંતુ પીએમ મોદીએ એ નિયમ બનાવ્યો છે અને મને પૂર્ણ આશા છે કે તેઓ આ નિયમનું પાલન કરશે.’

ભાજપને 220થી પણ ઓછી સીટ મળશે- અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રીએ ભાજપને મળનારી બેઠકોની સંખ્યા પણ જણાવી. કેજરીવાલે કહ્યુ, ‘રુઝાનથી જાણ થાય છે કે ભાજપને 220થી પણ ઓછી બેઠકો મળી રહી છે. હરિયાણા, દિલ્હી, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, યુપી, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં તેમની બેઠકો ઓછી થવાની છે. ભાજપ સરકાર બનાવવા જઈ રહી નથી. ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની છે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x