હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, 6 શ્રદ્ધાળુઓનો જીવ તાળવે ચોંટ્યો
કેદારનાથમાં આજે સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ. 6 શ્રદ્ધાળુઓ સહિત 7 લોકોને લઈ જતાં હેલિકોપ્ટરે ટેક્નિકલ ખામી સર્જાતા અહીં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જોકે સદભાગ્યે હેલિકોપ્ટરે સુરક્ષિત લેન્ડિંગ કરી. આ લેન્ડિંગ હેલિપેડ પર નહીં પરંતુ એની બાજુમાં આવેલા પર્વતીય ખાડા-ખાબોચિયાવાળા વિસ્તારમાં કરી હતી. તમામ મુસાફરો સુરક્ષિત છે. જોકે ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આ લેન્ડિંગનો નાટકીય ઘટનાક્રમ કેદ થઈ ગયો હતો.
આ મામલે રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગઢવારે કહ્યું કે આ હેલિકોપ્ટરે સિરસીથી ઉડાન ભરી હતી અને તે કેદારનાથ જઈ રહ્યું હતું. જોકે ઉડાન ભર્યાની થોડીક જ વાર બાદ તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ ગઇ હતી. તેના બાદ પાઈલટે તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગનો નિર્ણય કર્યો હતો. જોકે વીડિયોમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરનું સુરક્ષિત લેન્ડિંગ તો થયું પણ તે હેલિપેડની જગ્યાએ પર્વતીય ખાડાવાળા વિસ્તારમાં થયું હતું.