ગુજરાત DGP પદ માટે સસ્પેન્સ: વિકાસ સહાય આજે નિવૃત થશે, એક્સટેન્શન કે નવા વડા?
ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં આજે મોટા નિર્ણયની સંભાવના છે. વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત થઈ રહ્યા છે, ત્યારે તેમના સ્થાને નવા પોલીસ વડાની આજે જાહેરાત થવાની શક્યતા છે. જોકે, તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે, જેના પર સૌની નજર ટકેલી છે.
ડીજીપીના આ મહત્વપૂર્ણ પદ માટે જી.એસ. મલિક અને સિનિયોરિટીના આધારે કે.એલ.એન. રાવના નામ મોખરે છે. ઉપરાંત, સિનિયર અધિકારી મનોજ અગ્રવાલને પણ ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપાઈ શકે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે, કારણ કે તેઓ સપ્ટેમ્બરમાં નિવૃત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર કોના નામ પર મહોર મારશે તે અંગે પોલીસ વર્તુળોમાં ભારે ઉત્તેજના છે.