ગાંધીનગરગુજરાત

Lockdown-2 : સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન, કેટલાક ક્ષેત્રોને મળશે છૂટ.

અમદાવાદ :
મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રી મંડળની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રવર્તમાન પરિસ્થિતિમાં યોજાઈ સતત ત્રીજી કેબિનેટ બેઠક. કેન્દ્ર સરકારની ગાઈડ લાઇન્સ અન્વયે રાજ્યના ઉદ્યોગો, બાંધકામ અને આર્થિક ગતિવિધિઓમાં છૂટછાટ આપવા માટેના માસ્ટર પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો આવતીકાલે રાજ્ય સરકાર આ માસ્ટર પ્લાનની જાહેરાત કરશે.
સીએમ રૂપાણીએ રાજ્ય મંત્રીમંડળની વીડિયો કોન્ફરન્સ માધ્યમથી મળેલી રાજ્ય મંત્રીમંડળ ની કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે હિતકારી નિર્ણય લઈને ગુજકોમાસોલ દ્વારા ચણા અને રાયડા ની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે તે માટેની સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ કપાસ પકવતા ખેડૂતોના હિતમાં નિર્ણય લઇને ઓઇલ-જીનીંગ મિલ ચાલુ રહે તે માટે જાહેરાત કરેલી છે તેવી ઓઇલ-જીનીંગ મિલ્સ ચાલુ રહે તેમજ મગફળીની પણ પૂરતી આવક બજારમાં થાય અને સીંગતેલ મિલ્સ પણ ચાલુ રહે તે બાબતે જિલ્લા કલેકટરો ધ્યાન આપે.
સરકાર કેન્દ્રની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં ઈ-કોમર્સની પ્રવૃત્તિઓ, કૃષિ સાથે જોડાયેલા ઉદ્યોગો, આવશ્યક ઉત્પાદનની ચીજો અને તેના આવનજાવનની છૂટછાટ આપશે. રાજ્યમાં આવેલા હાઇવે પર ઢાબાઓ અને પંચની દુકાનો તેમજ આવશ્યક ઑટોપાર્ટ્સ મળે તેવું પણ સુનિશ્ચિત કરશે. સીએમ રૂપાણીએ રાજ્ય મંત્રીમંડળની વીડિયો કોન્ફરન્સ માધ્યમથી મળેલી રાજ્ય મંત્રીમંડળ ની કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે હિતકારી નિર્ણય લઈને ગુજકોમાસોલ દ્વારા ચણા અને રાયડા ની ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે તે માટેની સૂચનાઓ આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x