આરોગ્યગાંધીનગરગુજરાત

દેશમાં આજના સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાયા, કુલ કેસ 4082 નોંધાયા.

ગાંધીનગર :
દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. સમગ્ર દેશમાં આજે સૌથી વધુ નવા કોરોના પોઝિટિવ કેસ ગુજરાતમાં નોંધાયા છે. જે ગુજરાત માટે ખૂબ જ ચિંતાજનક ગણાય. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કરીને ગુજરાતના આજના કોરોનાના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 308 નવા કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 4082 પહોંચી છે. જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 197 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 527 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 2777
રાજકોટ – 58
સુરત – 570
વડોદરા – 270
ભાવનગર – 43
કચ્છ – 06
મહેસાણા – 08
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 24
પાટણ – 17
છોટાઉદેપુર – 13
જામનગર – 01
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 71
દાહોદ – 04
ભરૂચ – 31
બનાસકાંઠા – 28
ગાંધીનગર – 38
ખેડા – 06
બોટાદ – 20
નર્મદા – 12
અરવલ્લી – 18
મહીસાગર – 11
નવસારી – 06
તાપી – 01
વલસાડ – 05
સુરેન્દ્રનગર – 01
ડાંગ – 02

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x