કલોલની આદર્શ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનને અનુલક્ષીને મોકડ્રીલનું આયોજન
કલોલ હાઈવે પર આવેલ આદર્શ આયુર્વેદિક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં કોરોનાની વેકશીનને અનુલક્ષીને મોકડ્રીલનુ આયોજન કરાયુ છે. જેમાં કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના માર્ગદર્શન હેઠળ કલોલ અર્બન સેન્ટરથી ડો.રીષી કડીકર મેડીકલ ઓફિસર, ડો.ધર્મેશ પીપેજા, આર.બી.એસ.કે , ડો. સ્વપ્નીલ સોલંકી, આર.બી.એસ.કે.અર્બન સેન્ટર મેડીકલ ઓફિસર તેમજ હોસ્પિટલના ડો. મોહિત પટેલ, મેડિકલ ઓફિસર મેટ્રન પ્રજાપતિ, ગીતાબેન અને વેકશીન ઓફિસર સોલંકી ચંદ્રિકા સહિત અન્ય સહકર્મિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.