Uncategorized

આજથી બુધ ગ્રહનું કુંભ રાશિમાં ભ્રમણ શરૂ, મેષ સહિત 7 રાશિના જાતકોને મળશે શુભ ફળ

25 જાન્યુઆરી, સોમવાર એટલે આજથી બુધ કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ રાશિમાં તે 1 એપ્રિલ સુધી રહેશે. આ રાશિમાં જ બુધ ગ્રહ 4 ફેબ્રુઆરી, ગુરુવારથી 11 માર્ચ સુધી વક્રી રહેશે. જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર બુધ ગ્રહ અતિ લાંબા સમય માટે કુંભ રાશિમાં ભ્રમણ કરશે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે કુંભ રાશિ 11માં ભાવની ગણાય છે જેને લાભ સ્થાન તરીકે ગણવામાં આવે છે. બુધ ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો માલિક થઈને 11મે રહેવાથી વેપારી વર્ગને નવા-નવા સાહસો, કરારો, લખાણો કે ધંધાર્થે ટૂંકી મુસાફરી થઇ શકે!! પોતાની દૈનિક આવકમાં વધારો થાય. વિદેશ વેપાર વધે. ભાગ્યમાં શુભ પરીવર્તન આવે. કોમ્યુનિકેશન ક્ષેત્રે હરણફાળ પ્રગતિ. શેરબજાર સારું રહે. વિદ્યાર્થી વર્ગ માટે સારું રહેશે. આ પરિભ્રમણ દરમિયાન કોરોનાની વેક્સિનનો ડોઝ આમ જનતામાં વધુ અપાશે.

બુધનો કુભ રાશિમાં પ્રવેશઃ– તા.25/01/2021 થી તા. 01/04/2021
બુધનો વક્રી થવાનો સમયગાળોઃ- તા.04/02/2021 થી તા.11/03/2021 સુધી

આ બુધનું ભ્રમણ દરેક રાશિના જાતકોને કેવું શુભાશુભ ફળ આપશે તે અંગે જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર…..

મેષઃ તમારી આવડત કે કાર્યક્ષમતા મુજબ સારું વળતર મળે. વડીલો સાથે બગડેલા સંબંધો પ્રયાસોથી સુધરી શકે છે. નજીકના સમયમાં તમારી બચતો વધવાની શક્યતા રહેલી છે.

વૃષભઃ નોકરીમાં ભાગ્ય ઉન્નિત માટે સારો સાથ સહકાર સાબિત થાય. તમારા કાર્યમાં સારી સફળતા મળે. કાર્ય-વેપારમાં ઉધરાણીની રકમ આવે.

મિથુનઃ અચાનક તમારું ભાગ્ય દિન-પ્રતિદિન ચમકશે. અટવાયેલાં પ્રોપર્ટીના મામલે નીવેડો આવી શકે. નવું ઘર બદલવામાં સફળતા મળશે અને માન-સન્માનમાં વધારો થશે.

કર્કઃ અકસ્માત કે જળ ઘાત જેવો કપરો સમય. તમારે વાદ-વિવાદ, સંઘર્ષ કરવો પડશે પરંતુ મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં. યાત્રા-પ્રવાસ-મુસાફરી કરવાના યોગ બને.

સિંહઃ જીવનસાથી પાત્ર સિવાય અન્ય વ્યક્તિ સાથે વધુ સંબંધો ઘનિષ્ઠ થાય. ભાગીદાર સાથેની નિકટતા વધશે. હકારાત્મક વિચારોનું વલણ વધે.

કન્યા: સિઝનલ રોગને કારણે તબિયત બગડી શકે. વિદેશ દ્વારા ધંધો શરૂ થઈ શકે. તમારી મહેનતનું વળતર સારું મળી શકે છે.

તુલાઃ સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં સંબંધો સુધરે. લોટરી દ્વારા આકસ્મિક ધન મળી શકે. વડીલોથી લાભ.

વૃશ્ચિકઃ નવા મકાન-વાહનનો યોગ. સુખ, શાંતિ, સંપત્તિમાં વધારો થશે. તમારા સંશોધનો યાદગાર બની શકે. અનેક પ્રકારના સકારાત્મક ફેરફાર જોવા મળશે.

ધનઃ નવા કરાર થઈ શકે. પાડોસી સાથે બગડેલા સંબંધો સુધરે. યાત્રા, પ્રવાસ થઈ શકે. જે તમારા માટે સુખ-સુવિધા, આનંદ તથા ધન વધારનારી સાબિત થશે. ભાઈ-બહેનો સાથે સંબંધો સારા બનશે.

મકરઃ આર્થિક સ્થિતિ વધુ કથળે. ભાગ્યનો પૂરતો સાથ સહકાર ન મળે. અટકાયેલા કામ ધીમે-ધીમે પૂરા થશે.

કુંભઃ વિચારોમાં નકારાત્મક વિચારોનું વલણ વધે. નવા લખાણો, કરારો કરવાથી લાભ થઈ શકે. લગ્ન જીવન સારૂ રહે.

મીનઃ આકસ્મિક ખર્ચ વધશે, જૂની બચતો વપરાઈ જાય. વિદેશ હરવા-ફરવા જવામાં સફળતા મળશે. નોકરીમાં બઢતી મળી શકે.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે. (source:Divybhaskar)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x