ગાંધીનગરગુજરાત

નવનિર્મીત કેપીટલ રેલવે સ્ટેશન નજીક સુશોભનના વિલાયતી સહિત વિવિધ જાતના છોડ વવાશે

ગાંધીનગર :

ગાંધીનગરના કેપિટલ રેલ્વે સ્ટેશનની કાયાપલટ કરી દેવામાં આવી છે. રેલ્વે ટ્રેક ઉપર દેશની પ્રથમ પાંચસીતારા હોટલનું નિર્માણ થઇ રહ્યું છે. જેનું આગામી દિવસોમાં ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. તેવી સ્થિતિમાં આ કેપિટલ રેલ્વે સ્ટેશનની સામેના ભાગમાં બ્યુટીફેક્શનના ભાગરૂપે પાંચ હેક્ટર વિસ્તારમાં નિષ્ણાંતોની સલાહ મુજબ વિલાયતી સુશોભનના છોડનું વાવેતર કરવામાં આવનાર છે.

ગાંધીનગરના કેપિટલ રેલ્વે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે ગાંધીનગરના રેલ્વે સ્ટેશનનું નવીનિકરણ કરવામાં આવી રહ્યું છે. રેલ્વે ટ્રેક ઉપર ફાઇવસ્ટાર હોટલનું કામ હવે છેલ્લા તબક્કામાં છે ત્યારે આગામી દિવસોમાં આ નવીન રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે. તો બીજી બાજુ નવી ટ્રેનો પણ ગાંધીનગરને મળવા લાગી છે. આવી સ્થિતિમાં રેલ્વે સ્ટેશનની શોભા વધે તે માટે અહીં બ્યુટીફિકેશનના કામો આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. સુશોભન અને ફુલોવાળા દેશી-વિદેશી જાતના છોડ અહીં ઉછેરવામાં આવશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે રેલ્વે સ્ટેશનની સામેના ભાગમાં તેમજ પાછળના ભાગમાં પાંચ હેક્ટર જેટલી જગ્યામાં સુશોભનવાળા છોડનું વાવેતર કરવામાં આવશે. ચારથી પાંચ હજાર જેટલા છોડ અહીં વાવવાના છે ત્યારે ગાંધીનગર વન વિભાગ જો આ કામ કરશે તો તેમને નિષ્ણાંતોની સલાહ લેવા માટે સુચન કરવામાં આવ્યું છે. નર્સરી તેમજ બગાયત વિભાગના નિષ્ણાંતોને સાથે રાખીને આ વિસ્તારમાં પ્લાન્ટેશન વન વિભાગ હાથ ધરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x