ગુજરાત

કોંગ્રેસના નેતાઓ દાંડીકુચ યોજે તે પહેલા જ અટકાયત

અમદાવાદ :
અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ દાંડીકુચ યોજે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસની દાંડીકુચને તંત્રએ મંજૂરી આપી ન હોવા છતાં કોંગી નેતાઓએ દાંડીકુચ યોજી હતી. જો કે કોંગ્રેસના નેતાઓ દાંડીકુચ શરૂ કરે તે પહેલા જ પોલીસે તમામ કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમ્યાન કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
કોંગ્રેસના નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વિપક્ષે સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમારી યાત્રા શરુ થાય તે પહેલાં જ તમામ ટ્રેક્ટરની હવા કાઢી નાંખવામાં આવી હતી. ત્યારે હવે કોઈ પણ રીતે કોંગ્રેસ યાત્રા કાઢવા માટે મક્કમ છે. બીજી તરફ સરકાર કોંગ્રેસની યાત્રાને રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પોલીસે અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના આગેવાનોની અટકાયત કરી
પોલીસે અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના આગેવાનોની અટકાયત કરી હતી. જો કે કોંગ્રેસના નેતાઓએ દાંડીકુચ ચાલુ રાખવાનું જણાવતા પોલીસે અનેક નેતાઓની ટીંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x