આમિર ખાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ
મહારાષ્ટ્ર…….. પણ કોરોના વિસ્ફોટ થયો છે. આ જ કારણે છેલ્લાં કેટલાંક સમયથી ઘણાં બોલિવૂડ તથા ટીવી સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે. હવે આમિર ખાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો . ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં આમિરના સ્ટાફમાંથી સાત લોકો પોઝિટિવ આવ્યા હતા. આમિર ખાનના સ્પોકપર્સને રિલીઝ કરેલાં નિવેદનમાં કહ્યું હતું, ‘આમિર ખાનનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે સેલ્ફ ક્વૉરન્ટીન છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે. તેની તબિયત સારી છે. છેલ્લાં થોડાં દિવસોમાં આમિરના સંપર્કમાં આવેલા તમામ લોકોએ ટેસ્ટ કરાવી લેવા. તમારી ચિંતા તથા શુભેચ્છા માટે આભાર.’