ગાંધીનગર

“હેપ્પી સ્પેરો વિક” દરમ્યાન શહેરમાં હેપ્પી ચકલી ઘરનું નિ:શુલ્ક વિતરણ કરાયું : અનેક સ્થળે પક્ષી પરબોનું સ્થાપન કરાયું

ગાંધીનગર :

હેપ્પી યુથ કલબ દ્વારા ગાંધીનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે તા. ૧૯ થી ૨૮ માર્ચ દરમ્યાન “હેપ્પી સ્પેરો વિક” ની ઉજવણી કરવામાં આવી હતી. હેપ્પી સ્પેરો વીક દરમ્યાન ગાંધીનગર તથા કેટલાક અન્ય શહેરોમાં વિના મૂલ્યે આશરે પાંચ હજાર જેટલા “હેપ્પી ચકલી ઘર”નું વિતરણ કરવામાં આવ્યું હતું. હેપ્પી સ્પેરો વિક દરમ્યાન શહેરીજનો ધ્વારા મળેલા ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળે પક્ષીઓ માટે પાણી મળી રહે તે હેતુથી માટીની કુંડાની પક્ષી પરબોનું સ્થાપન કરવામાં આવ્યું હતું.

એક તરફ દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જાય છે અને બીજી તરફ હરિયાળીનું નિકંદન નીકળતું જાય છે, વળી, વિવિધ કારણોસર ચકલી તથા તેના જેવા નાનાં કદના પક્ષીઓની પ્રજાતિઓ પર પ્રદૂષણની ગંભીર અસરો જોવા મળે છે અને ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થવા તરફ ધસી રહી છે. આ સંજોગોમાં આ પક્ષીઓને બચાવવા અને તેમનું સંવર્ધન કરવા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ગાંધીનગરની હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું આયોજન કરવામાં આવ્યું હતું. “હેપ્પી સ્પેરો વિક”ની ઉજવણીના ભાગ રૂપે આ સપ્તાહ દરમ્યાન પાંચ હજાર જેટલા “હેપ્પી ચકલી ઘર”નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સેક્ટર-૧૨માં બલ્રરામ મંદિરે, સેક્ટર – ૧૬માં પાટનગર યોજના ભવન સામે, કુડાસણ, સરગાસણ ચાર રસ્તા નજીક, વાવોલ, સેક્ટર-૨૫, સેક્ટર-૨૨, સેક્ટર-૨, સેક્ટર-૪ અને સેક્ટર-૧૪ વગેરે વિસ્તારોમાં ખાતે કરવામાં આવેલા હેપ્પી ચકલી ઘરના વિતરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેપ્પી સ્પેરો વીક દરમ્યાન હેપ્પી યુથ કલબ દ્વારા શહેરમાં કેટલાક જાહેર સ્થળો ખાતે આવનાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ ની તરસ છીપાય તે હેતુથી શહેરમાં વિવિધ સ્થળે પક્ષી પરબ (માટીના કુંડા) નું સ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ તેમાં નિયમિત જળવ્યવસ્થાપનની કાળજી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત હેપ્પી સ્પેરો વીક દરમ્યાન હેપ્પી યુથ કલબ દ્વારા અબોલ પક્ષીઓ માટે કાર્યરત બે સેવાભાવી યુવાનો અમિત ગોંડ અને લાભુભાઈ દેસાઈને “ચકલી મિત્ર”ના ગૌરવપ્રદ ઉપનામથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ “હેપ્પી સ્પેરો વિક”ને સફળ બનાવવા હેપ્પી યુથ ક્લબના સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને નગરજનો ધ્વારા પણ હેપ્પી સ્પેરો વીકને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x