CM રૂપાણીનો મોટો નિર્ણય, ગુજરાતના 20 શહેરોમાં લદાયો કરફ્યૂ, જાણો વધુ
ગાંધીનગર :
લોકડાઉન અંગે ગુજરાત હાઇકોર્ટના સૂચન બાદ ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક પૂર્ણ થઇ છે. જેમાં 20 શહેરોમાં રાત્રિ 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. દિવસના કર્ફ્યૂને લઈને કોઈ જાહેરાત થઈ નથી.
કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, આણંદ, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, અમરેલી, મહેસાણા, મોરબી, અમદાવાદ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત, જૂનાગઢ,રાજકોટ, ગાંધીનગર, નડિયાદ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર સહિતના કુલ 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો.
લગ્ન પ્રસંગે 100 લોકોને જ મળશે મંજૂરી
લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
આ બેઠકમાં રાજ્યની સ્થિતિ અને લોકડાઉન મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. તો અમિત શાહને સમગ્ર રાજ્યની સ્થિતિ મુદ્દે વાકેફ કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, બેઠકમાં આંશિક લોકડાઉન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
અમિત શાહ સાથે સમગ્ર સ્થિતિ મુદ્દે કરાઇ ચર્ચા
નોંધનીય છે કે, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય ખાતાના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં આ બેઠક કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે યોજાઈ હતી. જેમાં રાજ્યની કોરોના કેસની સ્થિતિ અંગે ચર્ચાઓ કરાઇ હતી અને લોકડાઉન અને કર્ફ્યૂ મુદ્દે પણ મંથન કરવામાં આવેલ.