આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોરોનાનો ચેપ ફેફસામાં લાગ્યો છે કે નહી ? જાણો માત્ર છ મિનીટમાં

ગાંધીનગર :
કોરોના વાયરસનો ચેપ આખા દેશમાં ફેલાયો છે આના કારણે હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ઘણી અછત જોવા મળી રહી છે. અને મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. ઘણા સ્થાનોએ સંક્રમણની પુષ્ટિ કરવા માટે કોરોનાની તપાસ પણ નથી થઈ રહી. આને ધ્યાનમાં રાખીને, ડોકટરોએ લોકોને તેમના સ્વાસ્થ્ય વિશે જાણવા ‘6 મિનિટનો વોક ટેસ્ટ’ કરવાની સલાહ આપી છે. આ ઉપાયથી તમે તમારા સ્વાસ્થ્ય અને શરીરમાં ઓક્સિજનની સ્થિતિ વિશે સરળતાથી જાણી શકશો.
કોરોનાની બીજી લહેરમાં લોકોને શ્વાસની વધું તકલીફ જોવા મળી રહી છે. તપાસના અભાવમાં, ઘણા લોકોમાં ચેપનું લાંબા સમય સુધી ખબર પડતી નથી અને અચાનક તેઓને સમસ્યાઓ થવાનું શરુ થઈ જાઈ છે. આવા લોકોએ ઘરે ઓક્સિમીટરનો ઉપયોગ કરીને શરીરમાં ઓક્સિજન સેચુરેશનની તપાસ કરતી રહેવી જોઈએ.
શું છે 6 મિનિટની ટેસ્ટ? :- નિષ્ણાતોના મતે, જે લોકો કોરોનાના લક્ષણોનો અનુભવ કરી રહ્યાં છે, તેઓ શરૂઆતમાં ઘરે જ સ્વાસ્થ્યની તપાસ કરી શકે છે. આ માટે, પ્રથમ ઓક્સિમીટરથી સેચુરેશન જોઈ લે અને પછી 6 મિનિટ સુધી રોક્યા વિના સામાન્ય ગતિએ ચાલે. છ મિનિટ પછી, જો ઓક્સિજનનું સ્તર 3 થી 4 ડિઝિટની નીચે આવે, તો તે વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે.
ઉદાહરણ તરીકે, પ્રથમ પરીક્ષણમાં ઓક્સિમીટરનું રિડિંગ 95 છે. 6 મિનિટ ચાલ્યા પછી, જો તે પરીક્ષણમાં 92 અથવા તેનાથી ઓછું થઈ જાય તો તમારે સતર્ક થઈ જવું જોઈએ. તે ફેફસાની સમસ્યાઓ અને શરીરમાં ઓક્સિજનની અછતનું સંકેત હોઈ શકે છે. આવા લોકોએ તરત જ કોવિડ પરીક્ષણ કરીને યોગ્ય સારવાર શરૂ કરવી જોઈએ.
કોણે ન કરવું જોઈએ આ પરીક્ષણ ? :- ડોકટરોના મતે, જે લોકો અસ્થમાથી પીડિત છે તેમને આ પરીક્ષાણ ન કરવું જોઈએ. આ ઉપરાંત, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો 6 ને બદલે 3 મિનિટ ચાલીને આ પરીક્ષણ કરી શકે છે. આ પરીક્ષણ દ્વારા, તે ઓક્સિજનની ઉણપને શોધવા અને યોગ્ય સમયે દર્દીને હોસ્પિટલોમાં દાખલ કરવામાં મદદ મળી શકે છે.
ઓક્સિજનનું સ્તર વધારવાનાં ઉપાય જો કોઈ દર્દીને ફેફસામાં તકલીફ થઈ રહી છે અને ઝડપથી ઓક્સિજન ન મળી શકે, તો પછી કેટલાક ઉપાયો ઘરે કરી શકાય. આવા દર્દીઓને ઓછામાં ઓછા 1-2 કલાક પેટનાં બળ પર સુવવાનું કહો. આ કરવાથી, ફેફસાં હળવા થાય છે અને ઓક્સિજનનું સ્તર સુધરે છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x