રાષ્ટ્રીય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રોગચાળાને કાબૂમાં લેવા આજે 10 રાજ્યોના કલેક્ટરો સાથે બેઠક કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે આજે 10 રાજ્યોના 54 જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક કરશે. આ દરમિયાન તેઓ કોરોના અને બીજી લહેરથી પરિસ્થિતિ મુદ્દે અધિકારીઓ સાથે તેમના અનુભવોની ચર્ચા કરશે. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે. આ પહેલા PMO તરફથી બેઠક મુદ્દે રાજ્યોના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ ડિરેક્ટર જનરલ (DGP)ને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી.

આ 10 રાજ્યોના કલેક્ટરો થશે સામેલ
વડાપ્રધાન જે 10 રાજ્યો કલેકટરો સાથે બેઠક કરશે તેમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ, રાજસ્થાન, ઓડિશા, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. જમકારી અનુસાર PMની બેઠક પહેલા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ મામલે રાજ્યો પાસેથી રજૂઆત માંગી હતી. તેને 19 મે સુધીમાં PMO ઓફિસમાં મોકલવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

18 મેના રોજ 9 રાજ્યોના કલેક્ટરો સાથે બેઠક યોજાઇ હતી
આ પહેલા 18 મેના રોજ PM મોદીએ 9 રાજ્યોના 46 જિલ્લા કલેક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ જિલ્લા જીતે છે ત્યારે જ દેશ જીતે છે. આપણા દેશમાં જેટલા જિલ્લાઓ છે, તેટલા જુદા જુદા પડકારો છે. આ દરમિયાન, તેમણે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, એગ્રેસિવ ટેસ્ટિંગ અને જિલ્લાના લોકોને સચોટ અને સંપૂર્ણ માહિતી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

તેમણે એમ પણ કહ્યું કે જિલ્લાની હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે? ક્યાં ઉપલબ્ધ છે? આ પ્રકારની માહિતી આપવાથી લોકોની સુવિધા વધે છે. તેમણે કાળા બજારી પર પણ કાબૂ મેળવવા માટે કડક સૂચના પણ આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x