પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનુ રાષ્ટ્ર વ્યાપી આદોલન
કોરોનાની મહામારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ (petrol and diesel prices ) આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે ( Congress ) આળસ ખંખેરીને રાષ્ટ્રવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસ આજે દેશભરમાં “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે દેખાવો યોજશે. ગુજરાતમાં પણ કોગ્રેસે દેખાવો યોજવાનું નક્કી કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક નેતાઓની આગેવાનીમાં “અબ કી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર” ના સૂત્ર સાથે દેખાવો યોજાશે.
ગુજરાત કોંગ્રેસનું કહેવુ છે કે, કોરોના રોગચાળમાં પ્રજા હેરાન થઈ રહી છે. તેને રાહત આપવાની જગ્યાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં રાહત આપતી નથી. છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારના સત્તાકાળમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 25.72 અને ડીઝલના ભાવમાં રૂપિયા 23.93 ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે.