વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા જ સાઉથમ્પ્ટનમાં વરસાદ વરસ્યો
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (World test championship final) મેચ શરુ થવાની રાહ જોવાઇ રહી હતી. વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ ફાઇનલ મેચની રાહ જોઇ રહ્યા છે. વિરાટ કોહલી (Virat Kohli) અને કેન વિલિયમસન (Kane Williamson)ની કેપ્ટનશીપની આમને સામની ફાઇનલમાં થનારી છે. મેચ શરુ થવાને આડે હવે માંડ થોડાક કલાક જ રહ્યા છે. આ પેહલા જ સાઉથમ્પ્ટન (Southampton) માં જ્યાં ફાઇનલ મેચ રમાનારી છે, ત્યાં વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાને લઇને ક્રિકેટ પ્રેમીઓને પણ ચિંતાઓ વર્તાવા લાગી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાનારી ફાઇનલ મેચને લઇને સાઉથમ્પ્ટનમાં પણ ઉત્સાહનો માહોલ વર્તાઇ રહ્યો છે. આ દરમ્યાન જ વરસાદ વરસતા ફાઇનલ ની મજાને લઇને ક્રિકેટ ફેન્સના ચહેરાઓ પર ચિંતા વર્તાવા લાગી છે. મેચ શરુ થવાના પહેલા ગુરુવારે જબરદસ્ત વરસાદ વરસ્યો હતો.
18 જૂન થી 22 જૂન દરમ્યાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ રમાનારી છે. જે પાંચ દિવસની રમત દરમ્યાનના ચાર દિવસ વરસાદ વરસવાની આગાહી વર્તાઇ રહી છે. સ્થાનિક હવામાન વિભાગે ચાર દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે. તો વળી ચિંતામાં વધારો કરનારી એ વાત પણ છે કે, એક-બે દિવસ દરમ્યાન ઠંડા પવન પણ તીવ્ર સૂસવાટા લઇ શકે છે. હવામાન વિભાગ મુજબ મેચના ચોથા દિવસે વરસાદ થી રાહત રહી શકે છે.
તાજેતરમાં ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝ દરમ્યાન પણ વરસાદ વરસ્યો હતો. જેને લઇને મેચને પ્રભાવિત થઇ હતી અને પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઇ હતી. આમ હવે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ પર પણ વરસાદ નુ સંકટ તોળાઇ રહ્યુ છે.
પ્રથમ દિવસે 90 ઓવર રમવી મુશ્કેલ
સાઉથમ્પ્ટનના રોઝ બાઉલ સ્ટેડિયમમાં વરસાદની આશંકા વર્તાઇ રહી છે. જો આમ જ થયુ તો ફેન્સને ઝટકો લાગવો સ્વાભાવિક છે. જોકે ઇંગ્લેંડમાં વરસાદનો પોતાનો એક અલગ અંદાજ હોય છે. પાછળના દિવસો દરમ્યાના સાઉથમ્પ્ટનમાં વરસેલ વરસાદને જોવામાં આવે તો, વરસાદ શરુ થવો અને બંધ થવામાં વધારે સમય નથી લાગતો.
આવામાં માનવામાં આવી રહ્યુ છે કે, પ્રથમ દિવસના વરસાદને લઇને અનુમાન છે કે મેચ પર બે-ત્રણ કલાકની અસર પડી શકે છે. આમ પ્રથમ દિવસની રમત 90 ઓવરના બદલે ફેન્સને 60-70 ઓવર ની રમત જ જોવા મળી શકે છે. જોકે આઇસીસીએ રમતમાં ઓવરોને થનારા નુકશાનને લઇને રિઝર્વ ડે ને પણ રાખવામા આવ્યો છે. જે ઓવરોના નુકશાનને ભરપાઇ કરવા માટે ઉપયોગમાં લઇ શકાશે.