રમતગમત

દક્ષિણ આફ્રિકા સામે વેસ્ટ ઈન્ડીઝ T20 મેચ હાર્યુ, છેલ્લા બોલે સિક્સર લગાવી છતાં 1 રને હાર

દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડીઝ (South Africa vs West Indies) વચ્ચે હાલમાં T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમાઈ રહી છે. કેરેબિયન ટીમે ઘર આંગણે રમાઈ રહેલી સિરીઝની ધમાકેદાર જીત સાથે શરુઆત કરી હતી. જોકે સિરીઝની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ કેરેબિયન ટીમને રોમાંચક મેચમાં હરાવ્યું છે. માત્ર 1 રનના અંતરથી T20 મેચની તોફાની ટીમે હારવુ પડ્યુ છે. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી.

વેસ્ટ ઈન્ડીઝની મહેમાન ટીમ દક્ષિણ આફ્રિકાએ ટોસ હારીને 20 ઓવરમાં 167 રન કર્યા હતા. 6 વિકેટ ગુમાવીને વેસ્ટ ઈન્ડીઝ સામે લક્ષ્યાંક રાખ્યુ હતુ. જેના જવાબમાં વિન્ડીઝના લેંડલ સિમન્સ (Lendl Simmons) અને એવિન લુઈસે રમતની સારી શરુઆત કરી હતી. જોકે આફ્રિકી બોલોરોએ બોલીંગ કસવાની શરુઆત કરતા સ્કોર બોર્ડ ફરતુ ધીમુ થઈ ગયુ હતુ. મધ્યની ઓવરોમાં ધીમી રમતને લઈને વેસ્ટ ઈન્ડીઝે અંતમાં મુશ્કેલ સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલા આફ્રિકાના ક્વિન્ટન ડીકોક (Quinton de Kock) અને રિઝા હેન્ડ્રિક્સે શાનદાર શરુઆત કરી હતી. પ્રથમ વિકેટ ગુમાવીને ટીમ 4 ઓવરમાં જ 40 રનનો સ્કોર કરી લીધો હતો. ડીકોકે ટીમને માટે સૌથી વધારે યોગદાન આપ્યુ હતુ. તેણે 51 બોલમાં 72 રનની ઈનીંગ રમી હતી. જેમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. રૈસી વેને 24 બોલમાં 32 રન કર્યા હતા. જ્યારે કેરેબિયન બોલર ઓબેડ મેકોયે 4 ઓવરના સ્પેલમાં 22 રન આપીને 4 આફ્રિકન વિકેટ ઝડપી હતી.

કેરેબિયન બેટ્સમેનોએ પડકારને પાર પાડવા શરુઆત તો સારી કરી હતી. પરંતુ લક્ષ્ય વિધવાનું સહેજ માટે ચુકી ગયા હતા. નવા સમીકરણની ઓપનીંગ જોડીએ પ્રથમ 7 ઓવરમાં 50 રનની ભાગીદારી કરી હતી. ફરી એકવાર વિન્ડીઝનો મધ્યક્રમ ફ્લોપ રહ્યો અને જેને લઈને આફ્રિકાના બોલરો હાવી થવા લાગ્યા હતા. તેઓએ સ્કોર બોર્ડની ગતીને નિયંત્રીત કરતી બોલીંગ કરી હતી. તબરેઝ શમ્સી (Tabraiz Shamsi)એ 4 ઓવરમાં 13 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x