RTE માં પ્રવેશ અને ફીમાં રાહત મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) દ્વારા આજે બે સ્માર્ટ સ્કૂલો (Smart School) ખુલ્લી મુકવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વધુ 2 સ્માર્ટ સ્કૂલો શરૂ કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો આધુનિક સમયમાં ઉચ્ચસ્તરનું શિક્ષણ મેળવી શકે તે હેતુથી લાખોના ખર્ચે આ શાળા (School) તૈયાર કરવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને (Students) મળનારી સુવિધાઓ ઉંચી ફિ ઉઘરાવતી ખાનગી શાળાઓને પણ ટક્કર મારે છે.
જો કે, તે દરમિયાન સ્કૂલ ફી મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સ્કૂલ ફીમાં (School Fees) રાહત મામલે ટૂંક સમયમાં અમે યોગ્ય નિર્ણય લઇશું. કોલેજના વિદ્યાર્થીઓને બે વર્ષથી ટેબ્લેટ મળ્યા નથી ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ના મળવા મામલે શિક્ષણ મંત્રીએ (Education Minister) લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ પણ ટેબ્લેટ આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તો બીજી તરફ RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે RTE મામલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) જણાવ્યું હતું કે, એક પણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત નહીં રહે. જરૂર પડશે તો ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાશે.