ભારતને પહેલો મેડલ, મીરાબાઇ ચાનૂએ વેેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ,મનિષા બત્રા
ટોક્યો ઓલિમ્પિક્સનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે આર્ચરીમાં દેશને ખાસ સફળતા મળી નહી. આજે 24 જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક્સમાં અલગ અલગ રમતોનુ આયોજન થશે. આ રમતોમાં ભારતીય ખેલાડીઓ પણ ભાગ લેશે. દિવસની શરુઆત 10મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થઇ. જેમાં અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ ફાઇનલમાં જગ્યા ન મેળવી શક્યા. જ્યારે દીપિકા અને જાધવની મિક્સ્ડ ટીમે આર્ચરીના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. . 10મીટર એર રાઇફલ પિસ્ટલ (પુરુષ) પણ આજે યોજાશે. આ સિવાય આર્ચરી, હૉકી,જુડો જેવી રમતોનુ પણ આયોજન થશે