ભારત પુરુષ હૉકી ટીમ ઇતિહાસ રચવાથી ચૂકી, પૅનલ્ટી પર પૅનલ્ટી ભારે પડી, બેલ્જિયમ સામે 5-2થી હાર
બંને ટીમો વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા થઈ હતી. ત્રીજા ક્વાર્ટર સુધી સ્કોર 2-2ની બરાબરી પર હતો, પરંતુ ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમે ભારપૂર્વક વળતો પ્રહાર કરીને ભારત પર 5-2થી જીત નોંધાવી.
ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં બેલ્જિયમના હીરો એલેક્ઝાન્ડર હેન્ડ્રિક્સે ત્રણ ગોલ કર્યા હતા. બેલ્જિયમ માટે લોકી લ્યુપાર્ટે પ્રથમ ગોલ કર્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત અને મનદીપ સિંહે બે ગોલ કર્યા હતા.બે ક્વાર્ટર બાદ સ્કોર 2-2થી બરાબરી પર હતો. ત્રીજા ક્વાર્ટરમાં એક પણ ગોલ થઈ શક્યો ન હતો, પરંતુ ત્રીજો ગોલ છેલ્લા ક્વાર્ટરમાં બેલ્જિયમ માટે થયો હતો. મેચની પ્રથમ આઠ મિનિટમાં કુલ ત્રણ ગોલ થયા હતા. પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય ટીમ 2-1થી આગળ હતી, પરંતુ બેલ્જિયમે બીજા ક્વાર્ટરમાં બરાબરી કરી હતી. બેલ્જિયમનો મેચનો પહેલો ગોલ બીજી મિનિટમાં જ થયો હતો, ત્યારબાદ હરમનપ્રીત સિંહે 7 મી મિનિટે ભારત માટે બરાબરીનો ગોલ કર્યો હતો.
પૅનલ્ટી પર પૅનલ્ટી ભારે પડી
ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો અને હરમનપ્રીતે તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો, તેને ગોલમાં તબદીલ કરીને ભારતને 1-1થી બરાબરી પર લાવી દીધું. ત્યારબાદ 8મી મિનિટે મનદીપ સિંહે શાનદાર બેકહેન્ડ શોટ સાથે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. પ્રથમ ક્વાર્ટર પછી ભારત 2-1 હતું, બીજા ક્વાર્ટરમાં બેલ્જિયમે ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં, એક પણ ગોલ થયો ન હતો, બંને ટીમોએ ગોલ માટે સખત દેખાવ કર્યો હતો, પરંતુ બંનેમાંથી એક પણ સફળ થયું ન હતું. ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમની ટીમ સંપૂર્ણપણે પ્રબળ દેખાતી હતી અને ભારતીય ટીમે તેમના હુમલાનો કોઈ જવાબ બતાવ્યો ન હતો. ત્રીજા ક્વાર્ટર સુધી સ્કોર 2-2થી બરાબરી પર રહ્યા બાદ ભારતીય ટીમને 2-5થી હારનો સામનો કરવો પડ્યો હતો. બેલ્જિયમ આ જીત સાથે ફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે ભારતીય ટીમનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું વિખેરાઇ ગયું હતું.
PM મોદીએ કહ્યું-હાર અને જીત જીવનનો એક ભાગ
ટોક્યો ઓલિમ્પિક્સના 12મા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમની સેમીફાઈનલ મેચમાં ભારતની હાર બાદ PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું- હાર અને જીત જીવનનો ભાગ છે, આપણને ખેલાડીઓ પર ગર્વ છે. આગામી મેચ માટે ભારતીય ટીમને શુભેચ્છા.