રાષ્ટ્રીય

ગુજરાતના પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજનાના લાભાર્થીઓ સાથે PM મોદીએ કર્યો સંવાદ, કહ્યું- કોઈને ભૂખ્યા સૂવા દીધા નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ગરીબ કલ્યાણ યોજના (PMGKAY) ના ગુજરાતના લાભાર્થીઓ સાથે વાતચીત કરી છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા બપોરે 12.30 કલાકે આ સંબોધન શરૂ થયું હતું. પોતાના ઓનલાઇન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે, દરેક સંભવ મદદ કરવી જ અમારો ઇરાદો છે. આ સ્કીમ વિશે જાગરૂકતા ફેલાવવા માટે રાજ્યમાં જન સહયોગ કાર્યક્રમની પણ શરૂઆત થઈ રહી છે. પીએમજીકેએવાઇ એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ યોજના છે જેની પરિકલ્પના પ્રધાનમંત્રી મોદીએ કોરોના મહામારીના આર્થિક પ્રભાવને ઓછો કરવામાં સહાયતા પ્રદાન કરવા માટે કરી હતી. તે હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવનાર તમામ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ 5 કિલોગ્રામ વધારાનું રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે દેશમાં ખાદ્ય ભંડાર વધતા ગયા પરંતુ ભુખમરો અને કુપોષણમાં તે પ્રમાણે ઘટાડો થયો નહીં. તેનું મોટુ કારણ હતું- પ્રભાવી ડિલિવરી સિસ્ટમનું ન હોવું. આ સ્થિતિને બદલવા માટે વર્ષ 2014 બાદ નવેસરથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદથી આશરે દરેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન આપવાની વાત કહી હતી. સસ્તા રાશનની યોજનાનું વર્તુળ અને બજેટ દર વર્ષે વધતું ગયું, પરંતુ તેનો જે પ્રભાવ હોવો જોઈએ તે સીમિત રહ્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x