ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અને મહિલા સંમેલન યોજાશે.
ગાંધીનગર:
7, March 2018
મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્રત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે ’ બેટી બચાવો. બેટી પઠાવો’ સંકલ્પ સાથે રાજય કક્ષાનું મહિલા સંમેલન તા. ૦૮ માર્ચ, ૨૦૧૮ ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બપોરે ૨.૦૦ કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાશે. નાયબ મુખ્ય મંત્રી શ્રી નિતીનભાઇ પટેલની ઉપસ્થિતમાં યોજાનાર આ સંમલેનમાં નારી શક્તિ પુરસ્કાર વિતરણ, પ્રતિભાવાન મહિલાઓનું સન્માન, શતાયુ માતૃ વંદના, શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને રાજય કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ, આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારી/કર્મચારીઓનું સન્માન, આશા બહેનોને સાડીઓનું વિતરણ, સ્ત્રી આરોગ્ય કાર્યકરોને ટેકો પ્રોજેકટ અંતર્ગત મોબાઇલ ફોન અર્પણ વિધિ, મમતા કાર્ડનું અનાવરણ ( પાસપોર્ટ સાઇઝ) ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ- સહાય વિતરણ, સખી મંડળને ’ઇકોવાન’ અર્પણવિધિ અને બેટી બચાવો, બેટી પઢાઓ શપથવિધિ કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે મંત્રીશ્રીઓ સર્વશ્રી આર.સી.ફળદુ, ગણપતસિંહ વસાવા, બચુભાઇ ખાબડ, શ્રીમતી વિભાવરીબેન દવે અને કિશોરભાઇ કાનાણી ઉપસ્થિત રહેશે.