ગુજરાતમાં ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ કરવા મુદ્દે નીતિન પટેલે શું આપ્યું મોટું નિવેદન? જાણો વિગત
ગાંધીનગરઃ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ગમે ત્યારે ધોરણ 6થી 8 સ્કૂલો ઓફલાઇન શરૂ થઈ શકે છે. ગઈ કાલે કેબિનેટમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે આ મુદ્દે મોટું નિવેદન આપ્યુંછે. તેમણે ઉમેર્યું હતું કે, ગઈ કાલે કેબિનેટમાં 6 થી 8 ધોરણ માટે ચર્ચા થઈ છે. અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યો છે. ટૂક સમયમાં નવી SOP જાહેર કરવામાં આવશે. આમ, નીતિન પટેલે ટૂંક સમયમાં જ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાના સંકેત આપી દીધા છે. સી એલ કેળવણી મંડળ ઇટાદરા સંચાલિત ઈંગ્લીશ મીડીયમ પ્રિ પ્રાઇમરી સ્કૂલના નવ નિર્મિત ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઇટાદરા ગામ ખાતે હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમને નિવેદન આપ્યું હતું.
પાટીદારને મોદી કેબિનેટમાં સમાવેશ પર નિવેદન આપતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશમાં પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ થી કામ કરીએ છીએ. ગુજરાતમાં પાટીદાર, બક્ષીપંચ, બ્રહ્મ દરેક સમાજ મહત્વના છે. નવા મંત્રી મંડળમાં નવા નવા સભ્યોને જવાબદારી આપી છે. રુપાલા જી અને મનસુખભાઈ રાજ્ય કક્ષાના પ્રધાન હતા ,બંનેને કેબિનેટ મહત્ત્વની જવાબદારી સોપી છે. દેવુસિંહ ઠાકોર બક્ષીપંચ સમાજના છે. ડોં મુંજપરા કોળી સમાજમાથી આવે છે. દર્શનાબેન ઓબીસીમા દરજી જેવી નાની જ્ઞાતીમાથી આવે છે.દરેક સમાજ અને વિસ્તારને ધ્યાને રાખી સંતોષ આપ્યો છે.
સિંચાઈ પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અત્યારે શક્ય છે ત્યા પૂરેપૂરું પાણી સિંચાઈ માટે આપીએ છીએ. બનાસકાંઠા કચ્છ સુધી જ્યા પાણી પહોચે છે ત્યા આપીએ છીએ. જેટલુ પાણી છે તે ખેડૂતોને લાભ મળે એટલો આપીશું.