ગાંધીનગરગુજરાત

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી (GTU) ને ચાંદખેડાથી ગાંધીનગર લેકાવાડા ખાતે ખસેડાશે

ગાંધીનગર :

ગુજરાતની સૈથી મોટી ટેકનીકલ યુનિવર્સીટી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટી હાલ ચાંદખેડામાં કાર્યરત છે. આ જીટીયુ આગામી દિવસોમાં ગાંધીનગરના લેકાવાડા ખાતે ખસેડાશે. આગામી ત્રણ-ચાર મહિનામાં ખાતમૂર્હુત કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. સરકાર દ્રારા જીટીયુને ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડીંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા તેના બાંધકામ માટે રૂપિયા 260 કરોડની ગ્રાંન્ટ પણ મંજૂર કરવામાં આવી છે. જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 3 વર્ષની સમય મર્યાદામાં જીટીયુના નવા બિલ્ડીંગનું બાંધકામ પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે. જેમાં 17 થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, ઉપરાંત એડમીન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ, અદ્યતન સેન્ટર લાઈબ્રેરી, કુલપતિ અને કુલસચિવના બંગ્લોઝ, ક્લાસ -2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટસ, કાફેટેરીયા, ફાર્મસીની રિસર્ચ સંબધિત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે.

ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લીંમડો, પીપળો, વડ, બોરસલી , ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત 2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદિક ઔષધિ પ્લાન્ટનું પણ વાવેતર કરવામાં આવશે. જેમાં અરડૂસી, અશ્વગંધા, આમળા, ગીલોય, જાંબુ વગેરે જેવા ઔષધિય છોડનું પણ વાવેતર કરવામાં આવશે. 100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે 2.50 કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ ભવનો પર 18000 સ્કેવર મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x