27 સપ્ટેમ્બરે ભારત બંધ : મોદી સરકારનું ટેન્શન વધ્યું, ખેડૂતો સાથે આ મોટા સંગઠને કરી નાંખ્યું એલાન,
કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાઓ સામે છેલ્લા નવ મહિનાથી આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ અગામી 27 સપ્ટેમ્બરે ‘ભારત બંધ’ની જાહેરાત કરી છે. આ દિવસે ખેડૂતોના આંદોલનના 300 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. દરમિયાન દેશના બેંક યુનિયને આ બંધને ટેકો આપવાની વાત કરી છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનએ સરકારને સંયુક્ત કિસાન મોરચા માંગણીઓ પર સાથે ફરી વાટાઘાટો શરૂ કરવા અને ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ રદ કરવા વિનંતી કરી છે. ખેડૂત સંગઠનોએ ભારત બંધના નિર્ણયથી પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે.
કૃષિ પરિવારોનું વધતું દેવું કૃષિ સંકટને પ્રતિબિંબિત કરે છે.આ મહિનાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા એનએસએસ જમીન અને પરિવારો પાસે પશુધન અને કૃષિ પરિવારોની સ્થિતીનું આંકલન, 2018-19ની રિપોર્ટનો હવાલો આપતાં યુનિયને કહ્યું કે એવું લાગે છે કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સરકારનું લક્ષ્ય દૂરના સ્વપ્ન જેવું લાગે છે. કૃષિ પરિવાર દીઠ સરેરાશ બાકી લોન 2013 માં 47,000 રૂપિયાથી 2018 માં વધીને 74,121 રૂપિયા થઈ ગઈ. કૃષિ પરિવારોનું વધતું દેવું કૃષિ સંકટને પ્રતિબિંબિત કરે છે.ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તાએ કહ્યું આંદોલન ચાલુ રહેશે
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકાઈતે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન સમાપ્ત નહીં કરે. તેમણે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી આપણે જીતીશું નહીં ત્યાં સુધી કોઈ બળ આપણને ત્યાંથી હટાવી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, ખેડૂતો છેલ્લા 9 મહિનાથી દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માંગણી કરી રહ્યા છે.
દેશભરમાં બંધની વ્યાપક અસર જોઇ શકાશે
યુનાઇટેડ કિસાન મોરચા (SKM)એ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ 27 સપ્ટેમ્બરના ‘ભારત બંધ’ માટે માર્ગદર્શિકા જારી કરી છે. સંગઠને કહ્યું કે ભારત બંધ શાંતિપૂર્ણ રહેશે અને ખેડૂતો સુનિશ્ચિત કરશે કે જનતાને ઓછામાં ઓછી અસુવિધાનો સામનો કરવો પડે. SKM એ એક નિવેદનમાં કહ્યું કે બંધ સવારે 6 વાગ્યે શરૂ થશે અને 4 વાગ્યા સુધી ચાલુ રહેશે.આ સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ, બજારો, દુકાનો, ફેક્ટરીઓ, શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જાહેર અને ખાનગી પરિવહનને મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈ જાહેર કાર્યને મંજૂરી આપવામાં આવશે નહીં