દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા પોઝિટિવ કેસો અને મોતના આંકડા નોંધાયા
દેશભરમાં આજે ગઈ કાલ કરતા ઓછા કેસ નોંધાયા છે. પણ આ બધા વચ્ચે કેરળથી આવેલી ખબરે ચિંતા વધારી દીધી છે. આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પોઝિટિવિટી રેટ ફરીથી વધવા લાગ્યો છે. હાલ દેશમાં કોરોનાના જેટલા નવા કેસ સામે આવે છે તેમાં કેરળનો ભાગ લગભગ 60 ટકા જેટલો છે. આ જ હાલ પૂર્વોત્તર રાજ્ય મિઝોરમના પણ છે. અહીં પણ પોઝિટિવિટી રેટ ખુબ વધારે થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,354 કેસ નોંધાયા છે. ગઈ કાલે દેશમાં 26,727 નવા દર્દીઓ નોંધાયા હતા. હાલ દેશમાં 2,73,889 દર્દીઓ સારવાર હેઠળ છે. જે 197 દિવસનો સૌથી ઓછો આંકડો છે. દેશમાં કોરોનાથી 234 લોકોના મોત થયા છે. હાલ કોરોનાથી રિકવરી રેટ 97.86 છે. જે માર્ચ 2020 બાદ સૌથી વધુ છે.