રાજ્યમા નવરાત્રિ-દિવાળીના તહેવારોને લઇને કોરોનાનું સંકટ, તબીબોએ આપી ચેતવણી
એક તરફ નવરાત્રિ, દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની મેડીકલ સંસ્થા આહનાએ ચેતવણી આપી છે કે જો ધ્યાન નહીં રખાય અને ગાઇડલાઇનનું ચૂસ્ત પણે પાલન નહીં થાય તો કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા છે.. આહનાના પ્રમુખ ડો.ભરત ગઢવીનું કહેવુ છે કે અત્યારે એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિતની જગ્યાઓએ ચેકિંગ બરાબર થતુ નથી. જો આ જ રીતે ચાલતુ રહેશે તો ત્રીજી લહેર આવી શકે છે.
ડોક્ટર્સનું કહેવુ છે કે લોકો વેક્સીનના બંને ડોઝ લઇ લે. કેમ કે તહેવારોની સિઝનમાં કોરોનાના કેસ વધવાની શક્યતા છે. પરંતુ જેમણે વેક્સીન લીધી હશે તેઓ ગંભીર સ્થિતિમાં નહીં પહોંચે.. પરંતુ જેમણે રસી નથી લીધી તેઓને કોરોનાની ગંભીર સ્થિતિમાં પહોંચવુ પડી શકે છે. અને મોત પણ થઇ શકે છે.
નોંધનીય છેકે ગત વરસે પણ દિવાળીના તહેવારમાં આપેલી છુટછાટ બાદ અચાનક કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે આ વરસે ગણેશોત્સવ અને હવે નવરાત્રિમાં અપાયેલી છુટછાટને કારણે કોરોનાનું જોખમ વધ્યું હોવાનું તબીબો અને નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. ત્યારે તહેવારીની મોજમાં લોકોએ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવાની સલાહ આપી છે. તો નવરાત્રિમાં ખૈલેયાઓ ગરબા ગાવાની ધૂનમાં જોખમ ન ખેડે તેવી પણ સલાહ આપવામાં આવી છે. કારણે કે દેશભરમાં ધીરેધીરે કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે આંશિક વધારો થઇ રહ્યો છે.