દેશમાં 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસો અને મોતના આંકડા નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 18,132 નવા કેસીસ નોંધાયા હતાં, કે જે 215 દિવસમાં સૌથી ઓછા છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી કુલ 193 લોકોનાં મૃત્યુ થયાં હતાં. પાછલા 24 કલાકમાં 21,563 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતાં, જે પછી કોરોનામાંથી સાજા થયેલાં લોકોની કુલ સંખ્યા 3,32,93,478 છે. હાલમાં રિકવરી રેટ 98 ટકા છે જે માર્ચ 2020 પછીનો સૌથી ઊંચો રેટ છે.
દેશમાં હાલમાં કુલ એક્ટિવ કેસીસ 2,27,347 છે કે, જે પાછલા 209 દિવસમાં સૌથી ઓછા છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.53 ટકા છે જે 108 દિવસથી ત્રણ ટકાની નીચે જળવાયો છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 1.75 ટકા છે જે પાછલા 42 દિવસથી ત્રણ ટકાની નીચે છે. પાછલા 24 કલાકમાં 46,57,679 લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યો હતો, દેશમાં અત્યાર સુધીમાં કુલ 95,19,84,373 વેક્સિન ડોઝ અપાયા છે, તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડામાં જણાવાયું હતું.