ગુજરાતરાષ્ટ્રીય

PM Modiએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં કર્યું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું ભૂમિ પૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજરોજ એટલે કે 15 ઓક્ટોબરે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવાયેલા હોસ્ટેલ ફેઝ વનનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભૂમિપૂજન કર્યું હતું. આ છોકરાઓની છાત્રાલય છે જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવી છે. છાત્રાલયની ઇમારતમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા છે. તેમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ છે. જ્યારે, બીજા તબક્કાની છાત્રાલયનું નિર્માણ આગામી વર્ષથી શરૂ થશે જેમાં 500 છોકરીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે.સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (Saurastra Patel Seva Samaj ) દ્વારા સુરત ખાતે રૂ.200 કરોડના ખર્ચે હોસ્ટેલ (Hostel )સંકુલનું નિર્માણ થશે. જેનું આજરોજ વિજયા દશમીના દિવસે એટલે કે 15 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હોસ્ટેલ સંકુલનું ભૂમિપૂજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન સહીત વિવિધ પ્રધાનો પણ હાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x