પીએમ મોદી બાદ દેહરાદૂનમાં આજે રાહુલ ગાંધીની રેલી, ઉત્તરાખંડની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો
આવતા વર્ષે ઉત્તરાખંડમાં ચૂંટણી યોજાવાની છે અને રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવી શકે છે. તેથી રાજ્યમાં બે મોટી પાર્ટીઓ રેલીઓ દ્વારા પોતાની શક્તિનો અહેસાસ કરી રહી છે. કોંગ્રેસે રાજ્યમાં તેનું રેલી અભિયાન શરૂ કર્યું. રાજ્યમાં આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રેલી છે અને આ રેલી દ્વારા રાહુલ ગાંધી રાજ્યની ભાજપ (BJP) સરકાર પર નિશાન સાધશે.
પચાસ હજાર લોકો આવવાની અપેક્ષા
કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી શહીદ સૈનિકોના પરિવારજનો અને યુદ્ધમાં ભાગ લેનાર સૈનિકોનું સન્માન કરશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગણેશ ગોડિયાલે કહ્યું કે રાહુલ ગાંધી એક વાગ્યે પરેડ ગ્રાઉન્ડ પહોંચશે અને ત્રણ વાગ્યા સુધી રેલીમાં રહેશે. વિપક્ષના નેતા પ્રીતમ સિંહે દાવો કર્યો કે રેલીમાં પચાસ હજારથી વધુ લોકો હાજર રહેશે. આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી વિધાનસભા ચૂંટણી માટે પરેડ ગ્રાઉન્ડ ખાતે રેલીની શરૂઆત કરશે અને કોંગ્રેસે તેનું નામ વિજય સન્માન રેલી રાખ્યું છે.