ગુજરાતના આ શહેરોની સ્કૂલોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
રાજ્યમાં ફરી એકવાર સ્કૂલો રાબેતા મુજબ શરૂ થયા પછી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. નિરમા વિદ્યા વિહાર અને ઉદગમ સ્કુલમાં કોરોનાનો પગ પેસારો થયો છે. નિરમા વિદ્યા વિહારમાં ૩ વિદ્યાર્થી અને ઉદગમમા એક વિદ્યાર્થીના કોરોના પોઝીટીવ આવ્યા છે. નિરમા વિદ્યા વિહારમા પ્રાઈમરી અને બે માધ્યમિકના વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા છે. શહેરી જીલ્લા શીક્ષણ અધિકારીએ નિરમા વિદ્યા વિહારને એક સપ્તાહ માટે બંધ કરવા આદેશ કર્યા છે.
બંને શાળામાં અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાશે. વડોદરાની નવરચના સ્કૂલનો વધુ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. નવરચનાની ભાયલી સ્કૂલનો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો છે. ચાર દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું. શાળાના ઓરડા સેનેટાઇઝ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 2 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોવિડ પોઝિટિવ નોંધાયા છે.
વડોદરાની શાળાઓમા વધતા કોવિડ કેસોને કારણે વાલીઓમા ચિંતા વધી છે. વડોદરા પેરેન્ટ એસોસિયેશન દ્વારા ડી.ઇ.ઓને રજુઆત કરાઈય. શાળાઓ ઓફલાઇન અભ્યાસનો આગ્રહ રાખે છે. શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ બાળકોની આરોગ્યની પણ ચિંતા કરે. શાળા સંચાલકો કોવિડ પોઝિટિવ આવે તો પણ વાલીઓને જાણ નથી કરતા. એક શાળામાં વિદ્યાર્થી તો બીજીમાં શિક્ષક કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ બંને શાળાઓની બેદરકારી હોઈ તેમની સામે કાર્યવાહીની માંગ કરાઈ.
ગઈ કાલે સંત કબીર સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી થતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. સ્કૂલના શિક્ષિકા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પ્રાઈમરી વિભાગમાં ડાન્સ ટીચર તરીકે કામ કરતાં શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને મેસેજ કરી જાણકારી આપી હતી. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે.