ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોન ની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
રાજ્યમાં કોરોના અને ઓમિક્રોન ની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ,રાજ્યમંત્રી નિમિષા બહેન અને મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, ગૃહ વિભાગ ના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર સહિત આરોગ્ય અને ગૃહ વિભાગના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા રોજના 70 હજાર જેટલું ટેસ્ટિંગ કરવામાં આવે છે
તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ વિદેશ થી આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ની વ્યવસ્થા આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને કરે તેના કાર્ય આયોજનની બેઠકમાં સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જણાવાયું કે રાજ્યમાં બે ડોઝ ની 85 ટકા અને એક ડોઝમાં 95 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ પાંચ કેસ જ્યારે મહેસાણા અને આણંદમાં 2-2 કેસ મળ્યા. જિલ્લા મુજબ ઓમિક્રોનના અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 7, વડોદરામાં 3, જામનગરમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 3, આણંદમાં 3 તથા રાજકોટમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે. આમ કુલ 23 જેટલો ઓમિક્રોનના કેસ ગુજરાતમાં અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.