આંતરરાષ્ટ્રીયઆરોગ્યરાષ્ટ્રીય

ડેલ્ટા અને ઓમિક્રૉન કરતાં પણ ખતરનાક આવ્યો છે હવે ડેલ્મીક્રોન વાયરસ

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રૉન આખી દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. આ વેરિયન્ટને લઈને હજુ આખી દુનિયા ચિંતામાં મૂકાઈ ગઈ છે ત્યાં નવો વેરિયન્ટ આવી ગયો છે, નવા વેરિયન્ટનું  નામ છે ડેલ્મીક્રૉન. દુનિયાભરમાં આશંકા છે કે કોરોના વાયરસનાં કેસમાં અચાનક જ આવેલા ઉછાળા પાછળ ઓમિક્રૉન નહીં ડેલ્મીક્રૉન જવાબદાર છે. આ વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રૉન એમ બે વેરિયન્ટનું કોમ્બિનેશન છે.

અંગ્રેજી મીડિયા અહેવાલો અનુસાર આ વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રૉન કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સંકમરણનો ખતરો ખૂબ જ વધારે છે. જોકે તેના લક્ષણો થોડા હલકા છે જે રાહતની વાત કહી શકાય. ભારતમાં ડેલ્મીક્રૉનનો એક પણ હજુ સુધી નોંધાયો નથી. આધિકારિક રીતે સરકાર તરફથી પણ હજુ સુધી આ મુદ્દે કશું કહેવામાં આવ્યું નથી.

દુનિયાભરમાં કોરોના વાઈરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારે કહેર મચાવી રહ્યો છે અને મોટાભાગના દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. બ્રિટન, અમેરિકા, યુરોપના તમામ દેશો, ઈઝરાયલ વગેરે દેશોમાં ઓમિક્રોન કેસની રીતસર સુનામી જોવા મળી છે. એમાંય બ્રિટન અને અમેરિકામાં ઓમિક્રોનના પગલે કોરોનાની સ્થિતિ વધુને વધુ વિકરાળ બનતી જાય છે. છેલ્લા ૨૪ કલાકમાં બ્રિટનમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૧,૧૯,૭૮૯ નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આમ યુકેમાં ૪૮ કલાકમાં જ સવા બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે અને અત્યારે યુકેમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૬.૫૦ લાખથી વધી ગઈ છે. ૨૮ દિવસમાં યુકેમાં ૧૪૭ સંક્રમિતોના મોત થયાં છે. ઓમિક્રોનના કારણે દુનિયામાં ૨૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં બ્રિટનમાં ૧૮, અમેરિકામાં એક અને ઈઝરાયલના એક મોતનો સમાવેશ થાય છે.

દુનિયાના બે વિકસિત દેશ અમેરિકા અને બ્રિટન સહિત યુરોપમાં ધ્રુજાવી દે એવા કોરોનાના આંકડા સતત સામે આવી રહ્યા છે. યુએસમાં છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોનાના બે લાખ નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા ૭૨ કલાકમાં કોરોનાના છ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x