દેશમાં મંકીપોક્સનો પ્રકોપ વધતા આ રાજ્યોએ વધારી કડકાઈ.. વઘુ જાણવા અહીં ક્લિક કરી
ભારત દેશમાં મંકીપોક્સના પ્રકોપને રોકવા માટે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકારે કમર કસી લીધી છે. તમિલનાડુએ શકમંદોને ક્વોરેન્ટાઇન કરવાની સૂચના જારી કરી છે, તો મુંબઈમાં બીએમસીએ પણ ક્વોરેન્ટાઇન સેન્ટર્સ ઊભા કર્યા છે. આ ઉપરાંત રાજસ્થાને પણ કહ્યું છે કે, શકમંદોના સેમ્પલની તપાસ થવી જોઈએ. વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના નોંધાયેલા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એનસીડીસી અને આઈસીએમઆરને પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. 12 દેશોમાં મંકીપોક્સના 100થી વધુ કેસ સામે આવ્યા છે.તમિલનાડુ સરકારે ગઈકાલે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને કોર્પોરેશન કમિશનરોને આ દુર્લભ બીમારીના શંકાસ્પદ મામલ પર નજર રાખી શકાય અને દર્દીની ઓળખ કરીને સ્વાસ્થ્ય કેંદ્રોમાં ક્વોરન્ટાઈન સેન્ટર્સમાં રાખવાનો નિર્દેશ આપ્ય છે.
તામિલનાડુના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડો.જે.રાધાકૃષ્ણને અધિકારીઓને જણાવ્યું હતું કે, જે લોકોએ છેલ્લા 21 દિવસમાં દેશમાં પ્રવાસ કર્યો છે, જ્યાં તાજેતરમાં કેસોની પુષ્ટિ થઈ છે અથવા શંકાસ્પદ કેસ નોંધાયા છે તેવા લોકોમાં રોગના કોઈપણ લક્ષણો પર નજર રાખવામાં આવે.
શંકાસ્પદ દર્દીઓને ક્વોરન્ટાઈન કરવાની વ્યવસ્થાના ભાગરૂપે મુંબઈની કસ્તુરબા હોસ્પિટલમાં 28 બેડનો વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં હજી સુધી મંકીપોક્સ કે કન્ફર્મ કેસનો કોઈ શંકાસ્પદ કેસ નોંધાયો નથી.
રાજસ્થાનમાં પણ એવા પ્રવાસીઓ પર નજર રાખવાનું કહ્યું છે, જેમણે તે દેશમાં પ્રવાસ કર્યો છે, જ્યાં તેના કેસોની પુષ્ટિ થઈ છે અથવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. અધિકારીઓને ક્વોરેન્ટાઇન સેન્ટર તૈયાર કરવા પણ કહેવામાં આવ્યું છે.
ડબ્લ્યુએચઓના મુખ્ય સલાહકારે વિકસિત દેશોમાં મંકીપોક્સ ફાટી નીકળવાની ઘટનાને “અણધારી ઘટના” તરીકે વર્ણવી છે. તેમણે કહ્યું કે તે કદાચ યુરોપમાં તાજેતરની બે રેવ પાર્ટીઓમાં જોખમી જાતીય વર્તનને કારણે છે.સામાન્ય રીતે તે મનુષ્યમાં સરળતાથી ફેલાતો નથી અને નજીકના સંપર્કના કિસ્સાઓમાં જ ફેલાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લગભગ ત્રણ ટકા લોકોને ચેપ લાગશે.
મંકીપોક્સના ચેપના સંપર્કમાં આવ્યાના એક કે બે અઠવાડિયા પછી, ચેપ તાવ, માથાનો દુખાવો, કોષોના નાના અથવા ગોળાકાર જૂથમાં સોજો અને હાડકાંમાં દુખાવાના લક્ષણો સાથે ફેલાય છે. તેનાથી સામાન્ય રીતે તાવ આવ્યાના એકથી ત્રણ દિવસની અંદર ત્વચા પર ખાસ કરીને ચહેરા, હાથ અને પગ પર ફોલ્લીઓ થઈ જાય છે.