ગાંધીનગરગુજરાત

GSEB ધો.10નું 65.18 ટકા પરિણામ જાહેર, સુરતમાં સૌથી વધુ 75.61% રિઝલ્ટ

ગાંધીનગર:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2022 મા લેવાયેલ ધોરણ.10ની પરીક્ષાનું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ ઓનલાઈન જોઈ શકે છે. બોર્ડની સત્તાવાર www.gseb.org વેબસાઇટ પર પરિણામ મુકાયું છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યુ છે. જેમા સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 294 શાળાઓ છે, જ્યારે 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 1007 શાળાઓ છે.

ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 294 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. 1007 શાળાઓનું 30 ટકાથી ઓછું પરિણામ અને 121 શાળાઓનું 0% ટકા પરિણામ આવ્યું છે. રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ જાહેર કરાયું છે. રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે દાહોદના રૂવાબારી મુવાડા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. રૂવાબારી મુવાડા કેન્દ્રનું 19.17 ટકા પરિણામ આવ્યું છે.

ધોરણ 10 બોર્ડનું 65.18 ટકા પરિણામમાં ગુજરાતી માધ્યમમાં 63.13 ટકા, હિન્દી માધ્યમમાં 63.96 ટકા અને અંગ્રેજી માધ્યમમાં 81.50 ટકા પરિણામ આવ્યું છે. આ સિવાય અમદાવાદ જિલ્લાનું 63.98% પરિણામ, ગાંધીનગર જિલ્લાનું 65.83% પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 66.25% પરિણામ, વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ અને જામનગર જિલ્લાનું 69.68% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે ધોરણ 10ના પરિણામમાં 12,090 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ, 52,992 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ, 93,602 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 1,30,097 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 1,37,657 વિદ્યાર્થીઓને C-1 ગ્રેડ મેળવ્યો છે.

નોંધનીય છે કે, આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે માર્કશીટની કોપી માટે વિદ્યાર્થીઓએ રાહ જોવાની રહેશે. શાળા કક્ષાએથી ટુંક સમયમાં માર્કશીટની કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. રાજ્યભરમાંથી અંદાજે 9.6 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x