ગાંધીનગર

પાટનગરવાસીઓને હવે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી : અમિત શાહ

ગાંધીનગર :

ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે ગાંધીનગર ખાતે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા ઉમેરાયેલા ગામો જેવા કે ભાટ, સુઘડ, કોટેશ્વર, અમિયાપુર, ખોરજ અને ઝુંડાલ જેવા વિસ્તારોમાં ડ્રેનેજ, વોટર સપ્લાય ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્કના કુલ રૂ.૧૯૩.૧૨ કરોડનો ખર્ચ ધરાવતા ૧૫ જેટલાં કામોના ખાતમુહૂર્ત તથા ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ગુડા દ્વારા કુડાસણ, ચિલોડા, રાયસણ અને અડાલજ ખાતે એલઆઇજી-૧, એમઆઇજી-૧ના રૂ.૧૩.૧૮ કરોડના ખર્ચે બનેલા કુલ ૧૩૪ મકાનોનો ડ્રો કરીને લોકોને આપવા સાથે અને અન્ય રૂ.૭૨.૭૧ કરોડના ખર્ચે અડાલજ વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન, પાઈપલાઈન નેટવર્ક તથા વાવોલ બાયપાસ આરસીસી રસ્તા વગેરેનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરના તમામ વોર્ડમાં ભાજપના કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે. એ પછી ગાંધીનગરના નાગરિકોને સરકારી ક્ચેરીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નહીં રહે, નાગરિકોના પ્રશ્નોનો ઉકેલ ત્રણ દિવસમાં જ આવી જશે. સરકારી આવાસોના ડ્રો થકી નવું ઘર મેળવનારાઓને શુભકામના આપતા કેન્દ્રીયમંત્રી એ કહ્યું કે, અગાઉની સરકાર ગરીબી હટાવોના માત્ર નારા લગાવતી હતી. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે ૮ વર્ષમાં અનેક સરકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડ્યા છે. એમ કહી એમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x