મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના BA.5 વેરિએન્ટના બે વધુ કેસ નોંધાયા
દેશમાં એકાએક કોરોના વાયરસના કેસોમાં વધારો આવ્યો છે જેના કારણે લોકો ચિંતામાં મુકાયા છે. ભારતમાં મંગળવારે કોવિડના 6,594 નવા કેસ સામે આવ્યા અને 6 લોકોના મોત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આપેલી જાણકારી અનુસાર, દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં ગઈકાલે મંગળવારે કોરોના વાયરસના BA.5 વેરિએન્ટના બે વધુ કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓ થાણે શહેરના છે અને વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની માહિતી મળી છે. વિભાગે વધુમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ઇન્ફેક્શનથી ઘરમાં જ સાજા થઇ ગયા હતા. તેમાંથી એક 25 વર્ષની મહિલા અને 32 વર્ષનો વ્યક્તિ છે. 28 અને 30 મેના રોજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે પૂણેની બી.જે. મેડિકલ કોલેજના અનુસાર રાજ્યમાં તાજેતરમાં જ નમૂનાની પુરી જીનોમ સીક્વેંસિંગમાં BA.2 સૌથી મુખ્ય વેરિએન્ટ હતા. ત્યારબાદ BA.2.38 નો નંબર હતો. મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના BA.5 વેરિએન્ટના વધુ બે કેસ સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે તેની જાણકારી આપી છે. બંને દર્દી થાને શહેરના છે અને વેક્સીનના બે ડોઝ લગાવવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે ઇન્ફેક્શનથી તે ઘરમાં સાજા થઇ ગયા હતા. તેમાંથી એક 25 વર્ષની મહિલા અને 32 વર્ષીય વ્યક્તિ છે. 28 અને 30 મેના રોજ કોરોના વાયરસની ચપેટમાં આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે પૂણેની બી.જે. મેડિકલ કોલેજના અનુસાર રાજ્યમાં તાજેતરમાં જ નમૂનાની પુરી જીનોમ સીક્વેંસિંગમાં BA.2 સૌથી મુખ્ય વેરિએન્ટ હતા.
ત્યારબાદ BA.2.38 નો નંબર હતો. મહારાષ્ટ્રમાં ગઈકાલે કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું અને રાજ્યમાં મૃત્યું દર 1.86% છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મે મહિનામાં 9354 કોવિડ 19 કેસ સામે આવ્યા હતા. તેમાંથી 5980 કેસ એકલા મુંબઇના હતા. ગત મહિને રાજ્યમાં 17 લોકોના મોત થયા હતા. ભારતમાં મંગળવારે કોવિડના 6,594 ના નવા કેસ સામે આવ્યા અને 6 લોકોના મોત થયા છે.