આરોગ્યગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતા જનક ઉછાળો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે ચિંતા જનક છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરસના કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયાની વિગતો સામે આવી છે. ગુજરાત રાજ્યમાં હવે કુલ એક્ટિવ કેસની સંખ્યા 920 અને વેન્ટિલેટર પર એક દર્દીને રાખવામાં આવ્યું છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયુ નથી. તો કોરોના વાયરસની સારવાર બાદ 77 લોકો સાજા થયની માહિતી મળી હતી. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 528 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10945 લોકોના મોત થયા છે.
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસને લઈને મળેલી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 92 કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 22, સુરત જિલ્લામાં 12, ગાંધીનગર જિલ્લામાં 10, ભાવનગરમાં 6, જામનગર 5, મહેસાણા, નવસારીમાં ત્રણ-ત્રણ, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છમાં બે-બે અને બનાસકાંઠામાં એક કેસ સામે આવ્યો છે.
કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે સતત રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં કોરોના વેક્સીનના 45 હજાર 395 ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં વેક્સીનના કુલ 11 કરોડ 5 લાખ 90 હજાર 48 ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે 14 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 43,539 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x