પ્રવેશોત્સવ: દહેગામ તાલુકાની 217 શાળામાં આંગળવાડીમાં કુલ 677 વિદ્યાર્થીઓ, ધોરણ-1માં 3748 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે.
તા.23/24/25 જૂન 2022 દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પ્રેરિત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ના કાર્યક્રમમાં દહેગામ તાલુકાની 217 શાળામાંથી આંગળવાળીમાં કુલ 677 વિદ્યાર્થીઓ, ધોરણ-1માં 3748 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે.15 શાળાને પરિવહન સુવિધા આપવામાં આવી છે. જેમાં કુલ દહેગામના ગ્રામજનો દ્વારા 1359900/- જેટલું રોકડું અને વસ્તુ સ્વરૂપે દાન આપવામાં આવ્યું છે.આ ઉત્સવમાં કુલ 92 જેટલા મહાનુભાવો જોડાયેલ હતા.
જેમાં રાજયકક્ષાના મંત્રીશ્રી, ધારા સભ્યશ્રી, પદાધિકારીશ્રી, 5 IAS અધિકારી, અન્ય વર્ગ 1-2ના અધિકારીશ્રી તેમજ સ્થાનિક પદાધિકારીશ્રી અને અધિકારીશ્રી હાજર રહ્યા હતા. દરેક કલસ્ટરમાં ક્લસ્ટરની સમીક્ષા કરવામાં આવી તેમજ તાલુકા કક્ષાએ પણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.
આમ આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવનાર શાળા પરિવાર, એસએમસી, ગ્રામજનો, સંઘના હોદ્દેદારશ્રીઓ, અધિકારીશ્રી અને ભાવિ પેઢી એવા તમામ બાળ ગોપાલ વિદ્યાર્થીઓને બીઆરસી પરિવાર, દહેગામ થકી અભિનંદનસહ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે.