અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં મેટ્રીમોનિયલ સર્વિસિસ સેન્ટરનું ઉદ્ધાટન કરાયું
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિધામ નેતૃત્વ હેઠળ વિશ્વ સ્તરે મા ઉમિયાની ભક્તિને ઉજાગર કરવાના ઉદ્દેશ્યથી મેટ્રિમોનિયલ સર્વિસિસ સેન્ટરનું ઉદ્ધાટન કરાયું છે. અમદાવાદ સાયન્સ સિટી નજીક આવેલા ફોર્ચ્યુન બિઝનેસ હબમાં આજે સવારે સંસ્થા પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલના માર્ગદર્શન હેઠળ મેટ્રિમોનિયલ સર્વિસિસનો શુભારંભ કરાયો છે. આ કાર્યક્રમમાં ઉદ્ધાટકશ્રી તરીકે કથાકાર શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી, જોષીપુરા વાળા એવમ્ સાણંદના ડેપ્યુટી કલેક્ટર તમન્ના ઝાલોડિયા સહિત સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટીઓ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઓફિસ જગદીશભાઈ દેસાઈ ( પટેલ), વિશ્વઉમિધામના સિલ્વર દાતા ટ્રસ્ટીએ ફ્રી ઓફ કોસ્ટ ઓફિસ આપી છે. આ મેટ્રોમિનયલ સર્વિસિસથી પાટીદાર સમાજમાં દિકરા-દિકરીઓને યોગ્ય જીવનસાથી પસંદગીમાં મદદ રૂપ થશે.
સંસ્થાના પ્રેણતા એવમ્ પ્રમુખશ્રી આર.પી. પટેલના જણાવ્યા અનુસાર વિશ્વઉમિયાધામ દ્વારા પાટીદાર સમાજમાં પ્રવર્તી રહેલી લગ્નેતર સંબંધોમાં દિકરીઓની ઘટ ખાળવા નવતર પ્રયોગ કરાશે. અન્ય રાજ્યોમાં વસતાં કુર્મી પાટીદારોની દિકરીઓના પાલક માતા-પિતા બની તેને ગુજરાત લવાશે. આ અન્ય રાજ્યોમાંથી આવતી દિકરીઓને ગુજરાતમાં વસતાં પાટીદાર દિકરાઓ સાથે લગ્ન કરાવાશે. વિશ્વઉમિયાધામ મંદિર ખાતે આ તમામ દિકરીઓના નિશુલ્ક લગ્ન કરવાવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોમાંથી આવતી દિકરીઓને વિશ્વઉમિયાધામના વિવિધ ટ્રસ્ટીઓ દત્તક લઈ તેના પાલક માતા-પિતા બનશે. જેથી તેઓને પિયરની ખોટ પૂરી થશે.