પોરમાં ગટરના પાણી રોડ પર ઉભરાતા સ્થાનિકોની હાલત કફોડી
ગાંધીનગર શહેર નજીક આવેલા પોર ગામમાં લાંબા સમયથી ગટરના પાણી રોડની આસપાસ ઉભરાતા હોવાથી આજુબાજુની સોસાયટીના સ્થાનિકોને દુર્ગંધ મારતા વાતાવરણ વચ્ચે રહેવાનો વારો આવ્યો છે. વર્ષો જુની ગટર લાઈનો સમારકામના અભાવે અવારનવાર ચોકઅપ થાય છે. પરિણામે ગટરોનું ગંદુ પાણી ફરી વળે છે. સ્થાનિક તંત્રને ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય છે. ઉપરાંત ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવા છતાં તેનો ઉકેલ આવતો નથી. જેના કારણે રહીશોની હાલત કફોડી બની છે.
શહેર નજીક પોર ગામ રોડની આસપાસના વિસ્તારમાંથી પસાર થતી ગટર લાઇનના બેકઅપની સમસ્યા છે. વસાહત વિસ્તાર નજીકના વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ જવાને કારણે બેક વોટરના મોત થઈ રહ્યા છે. ગામના મુખ્ય માર્ગ પર તેમજ આજુબાજુની ગટર લાઈનોમાં ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે જે અંગે રહીશો દ્વારા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. મૌખિક અને લેખિત ફરિયાદો પછી પણ વણઉકેલાયેલી દુર્ગંધયુક્ત વાતાવરણમાં જીવવાનો વારો આવ્યો છે. ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી રહીશોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.
સામાન્ય સમારકામમાં પણ તંત્ર જે રીતે આળસ દાખવી રહ્યું છે તે રીતે કામ ન કરતાં રહીશોની હાલત કફોડી બની રહી છે. આ પ્રકારની સમસ્યા ઘણીવાર જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે. જેથી તંત્ર દ્વારા કાયમી નિકાલ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. બીજી તરફ લાંબા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિકો તેમની સામે કોઈ કાર્યવાહી ન થતા વિરોધ કરી રહ્યા છે. ગંદા પાણી વચ્ચે રહેતા રહીશોની હાલત દયનીય બની છે. સતત દુર્ગંધ મારતા વાતાવરણને કારણે ફરવું પણ મુશ્કેલ બની જાય છે.