હાઈકોર્ટે શાહરૂખ ખાન, ગૌરી ખાન, ફરહાન અખ્તરને રઈસ ફિલ્મ મુદ્દે રાહત આપી
2016માં ડોન લતીફના પુત્રએ રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો. જેમાં નીચલી અદાલતે લતીફના વારસદારોને પક્ષકાર તરીકે જોડાવાની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે શાહરૂખ ખાન, ગૌરીખાન, ફરહાન અખ્તર અને રાહુલ ધોળકિયાને 20 જુલાઈ સુધી રાહત આપી છે.હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે કે નીચલી કોર્ટના આદેશ પર 20 જુલાઈ સુધી સ્ટે મુકવામાં આવે.આ ઉપરાંત હાઈકોર્ટે નોટિસ મોકલી છે. લતીફના વારસદારોને. આ કેસમાં વધુ સુનાવણી 20 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટમાં શાહરુખ ખાનની રજૂઆત શાહરુખ અને અન્ય અરજદારોના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે વાદીના મૃત્યુ પછી દાવાની અરજી ટકી રહેતી નથી. જેથી આ અરજીમાં વાદીના વારસદારને પક્ષકાર બનવા દેતો નીચલી અદાલતનો હુકમ અયોગ્ય છે.
અમદાવાદ સિવિલ કોર્ટનો આદેશ લતીફનો પુત્ર મુસ્તાક આ કેસમાં મૂળ અરજદાર છે. જો કે, 6 જુલાઈ, 2020 ના રોજ તેમનું અવસાન થયું. આ પછી, તેમની વિધવા અને બે પુત્રીઓએ આ અરજીમાં પક્ષકાર બનવા માટે અરજી કરી. સિવિલ કોર્ટે આ વર્ષે એપ્રિલમાં અરજી સ્વીકારી હતી. કેસની વિગતો ડોન લતીફના પુત્ર મુશ્તાક રઈસે ફિલ્મના અભિનેતા અને નિર્માતા સામે અમદાવાદ સિવિલ કોર્ટમાં 2016માં રૂ. 101 કરોડનો માનહાનિનો દાવો દાખલ કર્યો હતો.
જેમાં અરજદારે દાવો કર્યો હતો કે આ ફિલ્મ તેના પિતા લતીફના જીવન પર આધારિત છે અને તેના પિતાના પાત્રને ખોટી રીતે રજૂ કરે છે. પરિણામે, તેમની સામાજિક પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે. તેથી, આ દાવાની રકમ 18% વ્યાજ સાથે વળતર તરીકે અરજી દાખલ કર્યાની તારીખથી ચૂકવવી જોઈએ. આ દાવા બાદ, અરજદાર મુસ્તાકનું 6 જુલાઈ, 2020ના રોજ અવસાન થયું. વર્ષ 1997માં લતીફનું એન્કાઉન્ટર ગુજરાત પોલીસે વર્ષ 1997માં લતીફનું એન્કાઉન્ટર કર્યું. લતીફ સામે બૂટલેગિંગના કેસમાં 97 ફોજદારી કેસ નોંધાયા હતા. આ ઉપરાંત તેની સામે ટાડા કાયદા હેઠળ ગંભીર ગુના નોંધાયા હતા.