ગાંધીનગર

દહેગામ પાસે એક વિશાળ પીપળનું ઝાડ રિક્ષા પર પડતાં એક યુવતી સહિત ત્રણ લોકોનાં મોત

દહેગામ તાલુકાના સોલંકીપુરા પાસે મોટી દુર્ઘટના બની હતી. ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ગાંધીનગર તરફ જતી રિક્ષા પર પીપળાનું મોટુ ઝાડ પડતાં એક યુવતી સહિત ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ઝાડ એટલું વિશાળ હતું કે રીક્ષાની છાલ બોલી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી ગાંધીનગર તરફ જતી રિક્ષા પર પીપળનું વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ અકસ્માતમાં એક યુવતી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને રિક્ષામાં સવાર મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. એક સાથે ત્રણ લોકોના મોત થતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વૃક્ષ એટલું મોટું હતું કે રિક્ષાનો કાટમાળ જતો રહ્યો હતો.

આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર છ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં મગોડી ગામના બે વ્યક્તિ અને પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામના એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકોમાં દેવીપૂજક હિનાબેન (ઉ. 18, મગોડી), બારોટ ડાહ્યાભાઇ ભલાભાઇ (ઉં. 65, મગોડી) અને વિપુલ રાજેશ (વાઘપુર, પ્રાંતિજ)નો સમાવેશ થાય છે. ઘટનાને પગલે મગોડી અને વાઘપુર પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x